10 Happy Birthday Poem In Gujarati | જન્મદિવસ કવિતા
તારા જન્મદિવસ પર
આપું તને શું હું લાડલી
સખી છો પણ બહેનથી વિશેષ છો
ચહેરો તારો હંમેશ ચમકતો રહે હાસ્યથી
ખુશીઓની બૌછાર રહે જીવનમાં દિવસને રાત
તારા સપનાઓને મળે કુદરતનો સાથ
જીંદગી તારી મહેકતી રહે
ફૂલો સરસી તું તરોતાજારહે
દીલની ઉર્મિઓથી તને વધાવું છું
સફળતા તારા કદમ ચૂમે એટલું હુ પ્રભુને પ્રાર્થું છું
Pinky Shah
Happy Birthday
હું ચાહુ કે રોજ આવે, પ્રિયતમાનો જન્મદિવસ..!
આનંદ અનેરો ને મોજ લાવે, પ્રિયતમાનો જન્મદિવસ..!
ઉરે દરિયો હિલોળા લે ને મન મોર બની થનગાટ કરે,
‘શું આપું હું ભેટ અનોખી ?’ – વિચાર કરી રઘવાટ કરે,
મુખને એના ચાંદ બનાવે, પ્રિયતમાનો જન્મદિવસ …હું ચાહુ કે…
જગમાં બીજું કાંઈ ન જોઈએ, એ રહે જીવનભર હારે,
‘તન જુદા ને આતમ એક હો’, માંગું ના એથી વધારે,
મુજને સુંદર શ્યામ બનાવે, પ્રિયતમાનો જન્મદિવસ..હું ચાહુ કે…
Pankhudi
Happy Birthday
ખુશનુમા છે આ દિવસ અજબ,
વર્ષ એક ઘટ્યું કે જોડાયું,
તે સમજાણું નહિ !
ત્રણસો ચોસઠ દિવસે આવે તો યે,
માંગે છે હિસાબ વર્ષોનો,
તે સમજાણું નહિ !
સપ્તરંગી મેઘધનુષી યાદો વચ્ચે,
શાને કરે તે ડોકિયું ફરી
તે સમજાણું નહિ !
વહેતી નદીની ધારા સમ જીવન,
શું અર્થઘટન માંગે ઈશ્વર,
તે સમજાણું નહિ !
Ankh Na Moti
Happy Birthday