Shayri In Gujarati | ગુજરાતી શાયરી

વિષ્વ સમક્ષ રજૂ કરીએ ગુજરાતી શાયરીની મીઠાશ, || Shayri In Gujarati.

100 Shayri In Gujarati | ગુજરાતી શાયરી

સ્વાગત છે આપનો આપણા વેબસાઇટ પર, જ્યાં તમને મળશે ગુજરાતી શાયરીનો અમૂલ્ય ખજાનો. શાયરી એ શબ્દોનો એક રમ છે, જે હૃદયના ઊંડાણ સુધી પહોંચી જાય છે અને આપણને વાસ્તવિકતાના એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. ગુજરાતી શાયરીમાં એક અનોખો લહેર છે, જે આપણને આપણા જીવન, પ્રેમ, રોજબરજીની ઘટનાઓ અને સંબંધો પર એક નવો દૃષ્ટિકોણ આપે છે.

આપણા વેબસાઇટ પર, તમને ગુજરાતી શાયરીના વિવિધ પ્રકારો મળશે, જેમ કે પ્રેમ શાયરી, વિરહ શાયરી, રમૂજી શાયરી, પ્રેરણાદાયક શાયરી અને અધ્યાત્મિક શાયરી. આ શાયરીઓમાં તમને ગુજરાતી ભાષાની સુંદરતા અને અભિવ્યક્તિની શક્તિનો અનુભવ થશે.

આ ઉપરાંત, અમે તમને ગુજરાતી શાયરીના કેટલાક પ્રખ્યાત શાયરો વિશે પણ માહિતી આપીશું. આ શાયરોના જીવન અને તેમની રચનાઓ પરથી તમને પ્રેરણા મળશે અને તમારી પોતાની શાયરી લખવા માટે પણ પ્રોત્સાહન મળશે.

તો, આજીથી જ આપણા વેબસાઇટ પર આવો અને ગુજરાતી શાયરીની મીઠાશનો અનુભવ કરો. અમને ખાતરી છે કે તમે નિરાશ નહીં થશો.

100 ગુજરાતી શાયરી

પ્રેમ બે પળનો નહીં,

જિંદગીભરની

જીદ હોવી જોઈએ.

પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને,

વધારે સુખ આપવાની હરિફાઇ.

માત્ર આધાર છે સૌ રજૂઆત પર, 

વાત તો ક્યા કોઇની નવી હોય છે.

તું આપીશ સાથ એ પૂછવાનો પ્રશ્ન જ નથી, 

તું છે મારો શ્વાસ તારા વગર જીવવાનો અર્થ જ નથી.

હું કહું કે કેળ છે,

ને તમે કહો વેલ છે,

મને લાગે આપણા પ્રેમમાં 

ભેળસેળ છે.

તારા અને મારા મા કેટલી સમાનતા છે, 

તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું.

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, 

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, 

ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ કરતી હોય, 

તો એની સાથે પરણવામાં કંઈ જ ખોટું નથી.

જીંદગી ની ભાગદોડ માં

એટલું ધ્યાન રાખજો દોસ્તો કે

અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં

કોઈ પોતાના છૂટી ના જાય.

ગજબ નો છે આજનો માનવી

પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને

લાગણી જોઈને વ્હેમ કરે છે.

નવા માટલાની સુગંધ જેવી તું, 

તરસનો સંતોષ પાણીમાં છે કે આ સુગંધમાં.

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો

સુધી રાહ જોવામાં આવશે,

ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના

કદીએ કશું કહેવામાં આવશે.

જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય

એ ખરેખર તમારા હોતા  જ નથી.

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,

જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે, 

પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.

બધુ અનુકુળ ક્યાં હોય છે,

વરસવું છે મારે ને

તારે છત્રીમાં રહેવું  હોય છે…..//

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,

તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે…..//

ના તારું કઈ ચાલ્યું ના મારુ,

ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.

કે જોડે પણ ન રહી શક્યા,

અને ભૂલી પણ ના શક્યા…..//

સુખ વહેંચવા

સંગત જોઇએ

પણ

દુ:ખ વહેચવા તો

અંગત જ જોઇએ…..//

પ્રેમ એટલે દિલથી અપાતુ માન,

અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ…..//

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,

તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…..//

મારુ દિલ એટલુ મોટુ નથી

કે હું તને બીજા કોઈ ની

સાથે જોઇ શકુ

પણ વાત તારી

ખુશી ની હોય તો

શોખ થી જા…..//

સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહીં 

કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર…..//

એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને

વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો…..//

એકલું ચાલવું

અઘરું નથી પણ

કોઈની સાથે ચાલ્યા હોય અને

ત્યાંથી એકલા પાછુ ફરવું

એ અઘરું છે…..//

આમ નાં જોયાં કર મને

નહીં તો તને એવો ગમીશ

કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી

કોઈની વાતો માં

ઊંડા ઉતરશો તો તૂટી જશો……

તારા પછી જેના થસુ

એનું નામ મજબૂરી હશે…..

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો

મેં પણ હસતા હસતા કહ્યું

કે નફરત ની બજાર માં

મહોબ્બત ની દુકાન છૅ……

આજે વરસાદ નું વાતાવરણ છે 

આનાથી પણ સારું કોઈ હતું મારુ

જે બદલાઈ ગયું….

જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે

એમ દરેક પુરુષ પણ

સામે રિસ્પેક્ટ ની આશા રાખે છે

પુરુષ કઈ વધારાનો નથી……

પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ

આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી

પ્રેમ કરવા માટે

આ જિંદગી ઓછી પડી જાય છે

ખબર નહીં લોકો નફરત માટે

કયાંથી સમય કાઢે છે

ઓછું નથી એનું ગુસ્સે થવું

અને એનું જ ફરી યાદ કરવું

જો બની જાય એ મારા

તો કોઈ વાત ની ફરિયાદ નથી

જરૂરી નથી

કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય

દિલ તોડવા વાળા પણ

ગજબના યાદ રહે છે…….

લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું

ફર્ક એટલો જ હતો

કે એનું અંદર હતું ને મારું બહાર….

રાતે તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે

ચાંદ પણ એવો બર્યો

કે સવારે સુરજ થઈ ગયો

કોણ પહેલા બોલાવે

એ રમતમાં બન્ને માહિર નીકળ્યા

જીંદગી આખી વિતી ગઈ

બસ બે શબ્દ ના નીકળ્યા….

ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં

પણ સાહેબ

સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા…..

એક સમયે હતો

જયારે એ કોઈ નું નઈ સાંભળતા

ફક્ત મારુ જ માનતા હતા

અને આજે એ મારુ જ નઈ સાંભળતા

બાકી બધા નું માને છે…..

જ્યારે ગુમાવવાની નોબત આવે છે

ત્યારે જ મળ્યાની કદર થતી હોય છે…..

પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે

પણ પસંદગી માં ધ્યાન રાખજો…..

જો થતી હોય મારી ફિકર

તો એનો ભાવ બોલો

સારું તો યાદ આવી હશે

કામ બોલો કામ…….

મનગમતા નામને ઉંમર ન હોય

એ તો ગમે ત્યારે હાથ પર લખાય

મોસમ જોઇને ફૂલ ન ખીલે

એના ખીલવાથી મોસમ બદલાય……

જે માસૂમિયત થી

દરિયા ની લહેરો પગમાં અડે છે

વિશ્વાસ નથી આવતો

કે આને ક્યારેય જહાજો ડૂબાડયા હશે……

કુછ તો થા મેરી કહાની કે છોટે સે એક કિસ્સે મેં

ગીરગીટ મેં પુકારા ગયા

ઔર રંગ તુમ બદલતે ચલે ગયે…..

મળીને આપણે

હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું

તમે તો કઈ ગુમાવ્યું નથી

મળ્યું શુ? હશે એ વિચારું છું……

તને ભલે ખાવાનું બનાવતા ના આવડે

તો પણ હું તારી સાથે

મેગી ખાઈને પણ જીવવા તૈયાર છું……

દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે

કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે 

તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે…..

તારા હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગે છે

પણ એના કરતાં પણ વધારે સુંદર

એ મહેંદી વાળો હાથ મારા હાથ માં હોય ને

ત્યારે વધારે લાગે છે……..

તને માત્ર વિચારવાથી જ

મારો આખો દિવસ સારો જાય છે,

તો વિચાર કે જો તું મારી સાથે હોઈશ

તે પછી ની બધી સવાર મારી

કેટલી ખુબસુરત હશે…….

ગર્લફ્રેન્ડ તો નખરાળી

અને થોડી પાગલ હોવી જોઈએ તારી જેમ

બાકી સાદી તો સોડા પણ હોય છે……

આકાશમાંથી ચાંદ તારા તોડવાની

મારી ઔકાત નથી

પણ જો તું કહેતી હોય

તો તરબુચ માંથી બિ કાઢી આપીશ….

તને શું? ખબર

શું કરતો હતો હું તને મળવા માટે

રાતે બે વાગે જાગી જતો હતો

સવારે 7 વાગે તને મળવા માટે……

હે ભગવાન આ તારી કેવી લીલા

હું જે છોકરીને ચાહું એના જ સ્ક્રુ ઢીલા…..

તારા નામ સાથે પ્રેમ કર્યો છે

તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે

તું આજે સાથે નથી મારી

એટલે જ આજે

તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે……..

તું આમ નાં જોયાં કર મને,

નહીં તો હું તને એવો ગમીશ,

કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ ….

કદાચ લોકો નઇ,

પણ તું તો સમજી શકેને?

કે ચૂપ રહેતા ને પણ,

દુઃખ તો થાય જ છે…..

આજે વરસાદ નું વાતાવરણ છે,

આનાથી પણ સારું કોઈ હતું મારુ,

જે હવે બદલાઈ ગયું છે……

 પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે ???? મને, 

અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય ???? આવી જાય છે, 

આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”

એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને…

એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય

પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,

પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ…

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,

મળવાનું ના થાય તો કંઈ નહિ,

પણ સંબંધ જરૂર રાખજો….

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,

જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું…

લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,

અરે મળવાના તો ઈશ્વર પણ નથી,

તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ..??

ક્યારેય કોઈને દગો ના આપતાં,

અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો,

નહિતર ભગવાન ની સોગંદ,

એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે…

“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે,

પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં” અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં…..

મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,

પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો…

જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,

માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે…!

પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,

ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે…

ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.

બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ

એ સબંધ અંતરથી હતો કે હતો જ નહી

વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.